Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

નૂતનવર્ષે નવસારીના કુરેલ ગામે સમીસાંજે ધોધમાર વરસાદ : ખેતીના પાકને નુકશાન : સાપુતારામાં પણ વરસાદી માહોલ

ભારે પવન સાથે વરસાદ ખાબકવા લાગતા ખેડૂતોમાં ચિંતાની લાગણી

નવસારી તાલુકાના કુરેલ ગામમાં અચાનક વાતાવરણ પલટ્યું હતું. નવું વર્ષની સમી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકવા લાગતા ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. ડાંગર, શેરડી, ચીકુ અને અન્ય શાકભાજીની ખેતીને આ વરસાદના કારણે ભારે નુકસાનની આશંકા છે.

ડાંગ જિલ્લાનાં ગિરિ મથક સાપુતારામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી હતી. પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વીજળી ડુલ થઇ ગઇ હતી. જો કે સહેલાણીઓમાં ખુશી જોવા મળી હતી.

(11:23 pm IST)