Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

નડિયાદ ડિવિઝનલ સ્ક્વોડે રાત્રીના સમયે સેવાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સીમમાંથી 40 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો

નડિયાદ: ડિવિઝન સ્કવોર્ડની ટીમ ગત રાત્રિ દરમિયાન સેવાલિયા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ધરી ગામથી એક સફેદ કલરની ઝેન ગાડી નં. જીજે-૦૨, કે-૧૬૩૫માં વિદેશી દારૂ ભરી થર્મલ તરફ આવનાર હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ ગળતેશ્વર તાલુકાના પીપળીયા ગામની સીમમાં આવેલ નર્મદા સીઆર ગેટ પાસે વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ઝેન કાર આવતાં પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. જો કે ગાડીના ચાલકે પોતાની ગાડી ઊભી રાખવાના બદલે પુરપાટ ઝડપે હંકારી ત્યાંથી નીકળી ગયો હતો. બીજી બાજુ પોલીસની ટીમે ખાનગી વાહનમાં બેસી ગાડીનો પીછો કર્યો હતો. અને થોડા અંતરે જઈ ઓવરટેક કરી ગાડીને ફિલ્મીઢબે રોકી પાડી હતી. પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતાં તે દિલિપભાઈ બુધાભાઈ પરમાર (રહે.કબીરપુર,દશામા મંદિરવાળુ ફળીયુ,તા.ગોધરા) હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતાં પાછળની સીટ પર ખાખી પુઠાંના બોક્ષમાંથી કુલ રૂ.૪૦,૮૦૦ કિંમતની ૪૮૦ નંગ ક્વાર્ટર મળી આવ્યાં હતાં. દરોડામાં પોલીસે દારૂ તેમજ ગાડી મારૂતી ઝેન ગાડી કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૮૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા દિલિપભાઈ બુધાભાઈ પરમાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(4:06 pm IST)