Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

સુરત: દિવાળીની સફાઈના કારણે મનપાદ્વારા લેવાતા કચરામાં 400 મેટ્રિક ટનનો વધારો થયો

સુરત: શહેરમાં  મ્યુનિ.માં દિવાળીમાં પાણીના વપરાશ સાથે લોકોએ ઘર-ઓફિસની પણ સફાઈ કરતાં મ્યુનિ. દ્વારા ઉલેચાતા કચરાના જથ્થામાં પણ વધારો થયો છે. દિવાળીના તહેવારના કારણે છેલ્લા બે દિવસમાં મ્યુનિ. વધારાનો 400 મેટ્રીક ટન કચરો ઉલેચ્યો હતો. જોકે, વેકેશન દરમિયાન કચરાનું પ્રમાણ ઓછું થઈ જશે.

સુરત મ્યુનિ. શહેરમાથી પ્રતિરોજ 2200 મેટ્રીક ટન કચરો ઉલેચે છે અને તેનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરે છે. દિવાળીના કારણે લોકો ઘર અને ઓફિસની સફાઈ કરતાં હોવાથી તેમાંથી નીકળતો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અથવા નજીકના સ્પોટ પર મુકતાં હોય છે. દિવાળીની સફાઈના કારણે કચરાનું પ્રમાણ વધીને 2600 મેટ્રીક ટન થઈ રહ્યું છે

(4:03 pm IST)