Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

અમદાવાદના દરિયાપુરમાં ઘરમાં ગાબડું પડ્યું : આબલીપોળમાં બનાવ :લોકોનો આબાદ બચાવ

ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તામાં ગાબડાં પડવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આજે તો ઘરમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. શહેરના દરિયાપુરમાં ઘરમાં ગાબડું પડ્યું છે

 જાણવા મળ્યા મુજબ દરિયાપુરના આંબલી પોળમાં આવેલા એક ઘરમાં ગાબડું પડ્યું છે આ બનાવમાં  જો કે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો છે. ઘરમાં ગાબડું પડ્યાની ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

(8:19 pm IST)