Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કાલથી ખેલમય બનશે ગુજરાત

આવતીકાલથી ૧૦ ઓક્‍ટોબર સુધી ૩૬મા રાષ્‍ટ્રીય ખેલ મહોત્‍સવનો પ્રારંભઃ વડાપ્રધાન મોદીના હસ્‍તે રમતોત્‍સવ ખુલ્લો મુકાશે

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજાશે વિવિધ પ્રકારની રમતોઃ દેશભરના ૭ હજાર એથ્‍લેટીક્‍સ ૩૬ જેટલી રમતો રમશે

અમદાવાદ તા. ૨૮: આવતીકાલથી સમગ્ર ગુજરાત ખેલકૂદના ફીવરમાં જકડાશે. આવતીકાલથી ગુજરાતમાં ૩૬મા રાષ્‍ટ્રીય ખેલ મહોત્‍સવનો રંગેચંગે પ્રારંભ થશે. વડાપ્રધાન મોદીના હસ્‍તે આવતીકાલે આ રમતોત્‍સવ ખુલ્લો મુકવામાં આવશે. કુલ ૩૬ જેટલી રમતોમાં દેશભરમાંથી ૭ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ૩ વર્ષ બાદ યોજાઇ રહેલા આ રમતોત્‍સવ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતના મુખ્‍ય શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ પ્રકારની રમતો યોજાશે.

આવતીકાલથી ૧૦ ઓક્‍ટોબર સુધી યોજાનારા આ રમતોત્‍સવને લઇને સમગ્ર ગુજરાતમાં હાલ સ્‍પોર્ટસ ફીવર છવાયો હોવાનું જણાય છે. દેશના ખુણે-ખુણેથી આવેલા ખેલાડીઓ પોતપોતાનું કૌવત બતાવવા માટે તૈયાર છે. આવતીકાલે અમદાવાદ ખાતેના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે રંગારંગ શુભારંભ યોજવામાં આવશે.

(3:31 pm IST)