Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરતમાં રત્ન કલાકારોને આપ નો પ્રચાર કરશે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપનાર ઉદ્યોગપતિનું ભાજપમાં સ્વાગત

હિરાના કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો:હવે આ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપ ઢાપાનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપામાં દ્વારા સ્વાગત

સુરતના એક હિરાના કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કારખાનાના માલિક કહી રહ્યા હતા કે, પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવશે. હવે આ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપ ઢાપાનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપામાં દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે સી આર પાટીલ દ્વારા પોસ્ટ મૂકી માહિતી આપી હતી.

હવે આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

(1:07 am IST)