Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ:અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા : અડધાથી એક ઇંચ વરસાદ

ચાંદલોડિયા, ઘાટલોડિયા, સોલા, ગોતા, થલતેજ, સતાધાર અને ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના ચાંદલોડિયા, ઘાટલોડિયા, સોલા, ગોતા, થલતેજ, સતાધાર અને ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં વહેલી સવારે 1 ઈંચ જ્યારે ગોતા અને સાયન્સ સિટી પાસે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાના મંદિર પાસે એક વૃક્ષ પડી ગયુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે

(11:33 am IST)