Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગુજરાત યુનિવર્સીટીમાં એમ.કોમ સેમ- 3ની પરીક્ષાની તારીખ બદલવા માંગણી : વિદ્યાર્થીઓએ કર્યા સુત્રોચાર

અભ્યાસક્રમ પૂરો કરવાં આવ્યો નથી અને પરીક્ષા જાહેર કરી દીધી હોવાનો આક્ષેપ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટીમાં એમ.કોમ સેમ 3નો અભ્યાસક્રમ પૂરો કરવાં આવ્યો નથી અને વિદ્યાર્થીઓ પર ઉપરથી પરીક્ષા થોપતા આશરે 100 થી વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ મામલે યુનિવર્સીટીના સત્તાધીશોએ ચુપ્પી સાધી હતી.

  અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં એમકોમ સેમ 3ની પરીક્ષા સિલેબસ પૂરો થતા પહેલા લેવા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં વિરોધ દર્શાવ્યો હતો. જો કે હજુ 15 દિવસ પહેલા જ પ્રવેશ પ્રક્રિયા પુરી કરવાં આવી હતી. પરંતુ યુનિવર્સીટીના કર્મીઓને પોતાના કામ જલ્દી જલ્દી પતાવવા માટે પરીક્ષા દિવાળી પહેલા 15 ઓક્ટોબરે લેવામાં આવી રહી છે. જો કે આ મામલે વિદ્યાર્થીએઓએ આ પરીક્ષા પાછી ખેંચે અને દિવાળી પછી આ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ઇન્ચાર્જ રજીસ્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી.

(10:29 pm IST)