Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બોડેલીના અલીખેરવા ગામે સરપંચના શોપીંગ સેન્ટર પાસે સરકારી ખર્ચે રસ્તો : લોકોએ કામગીરી અટકાવી

જાગૃત ગામલોકોએ અન્ય રસ્તાઓ અને ગંદકી દૂર કરવાની ઉઠાવી માંગણી

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલાં અલીખેરવા ગામે સરપંચના શોપીંગ સેન્ટર પાસે સરકારી ખર્ચે રસ્તો બનાવવામાં આવતાં લોકોએ વિરોધ નોંધાવી રસ્તાની કામગીરી બંધ કરાવી હતી.

અલીખેરવા ગામના સરપંચના કંચન પટેલની માલિકીના બની રહેલ શોપિંગ સેન્ટર પાસે સરકારી ખર્ચે બની રહેલા રોડની કામગીરી અટકાવી સોસાયટીના રહીશોએ વિરોધ નોધાવ્યો છે. તેમણે પંચાયત ઓફિસ પર પહોચી રોડ રસ્તાની માંગ સાથે ગંદકી દૂર કરવાની માંગ કરી હતી

  . ગામમાં ગંદકીએ માઝા મૂકી છે અને લોકો રોગચાળામાં સપડાઇ રહ્યા છે. લોકોની વારંવારની રજૂઆત ધ્યાને લેવાની ફુરસત સરપંચ પાસે નથી તેવો આક્ષેપ લોકો કરી રહયાં છે. બીજી તરફ સરપંચની માલિકીના શોપિંગ સેન્ટર પાસે સરકારી ખર્ચથી રસ્તો બનાવવાનું શરૂ કરવામાં આવતાં ગામલોકો વિફર્યા છે અને રસ્તાની કામગીરી બંધ કરાવી દીધી હતી. લોકોએ ગ્રામ પંચાયતની કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું. સરપંચ કે તલાટી હાજર નહિ હોવાથી તેમણે કચેરીમાં જ અડીંગો જમાવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું.

(9:00 pm IST)