Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

માજુમ ડેમ ઓવરફ્લો : 2 દરવાજા ત્રણ ફૂટ ખોલાયા : 23 ગામોને એલર્ટ

રાજસ્થાનનો કોડિયાગોન ડેમ ઓરફલો થતા માઝુમ ડેમમાં પાણીની આવક

અરવલ્લીના મોડાસાનો માજુમ ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે. ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક સામે ૩ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  માજુમ ડેમ ઓવરફ્લો થતા માઝુમ નદી કિનારાના ૨૩ ગામોને એલર્ટ અપાયું છે. મેઘરજના છીટાદરા, રેલ્લાવાળા, ઘેડ સહીત ૧૨ ગામોને એલર્ટ અપાયું છે. રાજસ્થાનનો કોડિયાગોન ડેમ ઓરફલો થતા માઝુમ ડેમમાં પાણીની આવક થઇ છે.

(8:46 pm IST)