Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વાગરા તાલુકા પંચાયતના કામમાં દાખલ કરવી ભારે પડી : ગ્રામસેવકે એસ્ટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા ચકચાર

ખેતીના પાકને થયેલ નુકશાન બાબતના ફોર્મમાં બાકી રહી ગયેલા કાગળો મામલે રક્ઝક કરી હતી

વાગરા તાલુકા પંચાયતના કર્મચારની કામગીરીમાં દખલ કરવી એક શખ્શને ભારે પડી છે સરકારી કામમાં દખલ કરવા અને કર્મચારીને જાતિ વિષયક શબ્દો બોલવા મામલે વાગરા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

  વાગરા તાલુકા પંચાયતમાં ગત ૨૫મી સપ્ટેમ્બરની સાંજે ખેતવાડી શાખામાં ઓરા ગામના યુવરાજસિંહ રણજીતસિંહ રણા ગયા હતા.યુવરાજસિંહ ગ્રામસેવકને ખેતીના પાકને થયેલ નુકશાન બાબતના ફોર્મમાં બાકી રહી ગયેલા કાગળો આપવા મેં ફોન કરેલ તે કેમ ઉપાડયો નહીં.એક આદિવાસી થઈ તું મને શું સમજે છે??તેમ કહી ફરિયાદીને ખરાબ ગાળો આપી જાતિવિષયક અપશબ્દો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો.

 ફરિયાદીની કાયદેસરની રાજ્યસેવક તરીકેની ફરજમાં અડચણ ઉભી કરી હતી.જે સામે ગ્રામસેવક ધર્માંભાઈ ફુલાભાઈ બંગડીયાએ વાગરા પોલીસ મથકે એટ્રોસિટી અને સરકારી કામમાં દખલ કરવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ઇપીકો કલમ ૧૮૬,૩૨૩, ૩૩૨,૫૦૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર),એસ,૩(૨)(૫-એ) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 
(8:32 pm IST)