Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આણંદના સરદારગંજમાં એનઆરઆઇની દુકાનને બોગસ પાવર ઓફ એટર્નીના આધારે દિયર અને સસરાએ વેચી દેતા છેતરપિંડીનો ગુનો દાખલ

આણંદ: શહેરના સરદારગંજમાં આવેલી એક કિંમતી દુકાન દિયર અને સસરાએ ભેગા મળીને બોગસ પાવર ઓફ એટર્નીના આધારે વેચી મારતાં અંગે આણંદની ચીફ કોર્ટે શહેર પોલીસને ૧૫૬ ()હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કરતાં પોલીસે એમકેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી લત્તાબેન જગદીશભાઈ રાણા હાલ યુએસએમાં રહે છે. તેમના પતિએ સને ૧૯૮૭માં સરદારગંજમાં દુકાન ખરીદી હતી. દુકાન લત્તાબેનના દિયર મીહીરકુમાર હસમુખભાઈ રાણા ચલાવતા હતા. લત્તાબેન પતિ અને પરિવાર સાથે અમેરિકા ખાતે રહેતા હતા અને ભારત બહુ ખાસ આવતા નહોતા. ૨૦૦૦ની સાલમાં બ્લડ રીલેશનના આધારે જગદીશભાઈએ દિયર અને સસરા હસમુખભાઈને અમેરિકા ખાતે પણ બોલાવ્યા હતા. હસમુખભાઈએ પાવર ઓફ એટર્ની મિહીરકુમારને આપ્યો હતો. બન્નેએ ભેગા મળીને જગદીશભાઈનો બનાવટી સહીઓ કરીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી દીધો હતો. જેના આધારે ઉક્ત દુકાન તેમના તાબે તબદીલ કરાવી દીધી હતી. ત્યારબાદ ઉપરના માળે આવેલી દુકાન શર્મિષ્ઠાબેન ચન્દ્રકાન્તભાઈ પટેલ તથા ચીરાગભાઈ ચન્દ્રકાન્તભાઈ પટેલને ઓક્ટોમ્બર-૨૦૧૭માં વેચાણ દસ્તાવેજથી વેચી મારી હતી. બોગસ પાવર ઓફ એટર્નીના આધારે દુકાનનો વેચાણ દસ્તાવેજ થઈ રહ્યો છે તે જાણવા છતાં પણ સાક્ષી તરીકે વિનોદભાઈ બાબુભાઈ પરમાર તથા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ રાણાએ સહીઓ કરી હતી.

(5:40 pm IST)