Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

માતર તાલુકાના માછીયેલ ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે કારમાં લઇ જવાતો 66 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 2ની ધરપકડ

માતર: તાલુકાના માછીયેલ ચોકડી તરફથી એક શેવરોલેટ કંપનીની કાર નં. જીજે-૦૨, એસી-૪૦૬૬માં વિદેશી દારૂ ભરી માતર જીઆઈડીસી રોડ તરફ આવતી હોવાની માહિતી માતર પોલીસને મળી હતી.

જેથી પોલીસની ટીમે ગત મોડી રાત્રે માતર જીઆઈડીસી રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન માછીયેલ ચોકડી તરફથી ઉક્ત કાર આવતાં પોલીસે વાહનની આડશ ઉભી કરી શેવરોલેટ કારને ઉભી રખાવી હતી. અને સવાર ઈસમોના નામઠામ પુછતાં ગાડીનો ચાલક નિલેષકુમાર શબુભાઈ મેડા (રહે.મધ્યપ્રદેશ) અને બાજુની સીટમાં બેઠેલ ઈસમ વિજયકુમાર રમેશભાઈ પરમાર (રહે.વડતાલ) હોવાનુ જણાવ્યું હતું.

(5:40 pm IST)