Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અરવલ્લીના ભિલોડામાં મહિલાના ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ બે મહિલા પાસેથી 1.16 લાખની રોકડ લૂંટી ગઠિયા ફરાર: ફરિયાદના આધારે તપાસ શરૂ

અરવલ્લી: જિલ્લાના ભિલોડા ખાતે રાત્રે મહિલાના ઘરમાં ઘૂસી આવેલા ત્રણ અજાણ્યા શખ્શોએ બે મહિલાના ગળે ચપ્પુ રાખી રૃ.1.16 લાખની મત્તા લૂંટી લેતાં પંથકમાં ચકચાર મચી હતી.જયારે ભિલોડા પોલીસે ચકચારી લૂંટ ના ગુનામાં અજાણ્યા શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ગત ગુરૃવારની મધ્યરાત્રી અજાણ્યા ચોર ઈસમો ભિલોડા ખાતેની સંસ્કાર સોસાયટીમાં ઉતરી આવ્યા હતા.રાત્રે કામકાજથી પરવારી સોસાયટીના બંગલા નં.36 માં રહેતા આશાકુમારી અને ગીતાબેન મીઠ્ઠી નીંદર માણી રહયા હતા.ત્યારે મધ્યરાત્રીએ ઘરમાં ધુસી આવેલા ત્રણ અજાણ્યા શખ્શો ઘરની સ્ટોપર ખોલી મહિલાઓ સૂતી હતી.ત્યાં આવી ચડયા હતા.ઘરમાં ઘૂસી આવેલા શખ્શોને લઈ થયેલા ખખડાટ થી બંને મહિલાઓ જાગી જતાં ચોર લૂંટારૃઓ પૈકીના એક શખ્શે પોતાની પાસેનું તીક્ષ્ણ ચપ્પુ સૂતેલી મહિલાઓને ગળા ભાગે ધરી રાખ્યું હતું.અને અન્ય બે શખ્શોએ ઘરમાં રખાયેલો લોખંડના ડબ્બામાંથી સોનાના દાગીના,બે મોબાઈલ તેમજ રૃ.50 હજાર ની રોકડ ની લૂંટ મચાવી હતી.

(5:37 pm IST)