Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વાઈન વગર ચૂંટણી નથી જીતી શકાતી' પંચમહાલના બીજેપી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું વિવાદી નિવેદન

પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાના વિવાદિત નિવેદનને લઈ વારંવાર ચર્ચામાં રહે છે. ત્યારે તેઓએ ગોધરા ખાતે ફરી એક વાર વિવાદિત નિવેદન આપતા કહ્યુ કે ગત લોકસભાની ચૂંટણીમાં હું બહુમતથી જીત્યો છું અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ હું 2.5 લાખની બહુમતીથી જીતવાનો છું.એમ કહીને તેણે એમ જણાવ્યુ કે વાઈન વગર ચુંટણી નથી જીતી શકાતી. જેથી તેઓ ફરી વિવાદમાં ફસાયા છે

   ગોધરા ખાતે લોક જન શક્તિ પાર્ટી દ્વારા પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવાર્કારોના પડતર પ્રશ્નોને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપતા પહેલા લોક જન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કીટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે અચાનક પંચમહાલના ભાજપના સાંસદ સભ્ય પ્રભાતસિંહ પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા. તેઓએ બેઠકમાં ઉપસ્થિત તમામને સંબોધતા નિવેદન કર્યું હતું કે, ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં પણ હું . લાખની બહુમતીથી હું જીતવાનો છું અને આગામી ટર્મ સુધી પણ હું ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છુ. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નહિ. આટલે તેઓ અટક્યા નહી અને સ્વીકાર્યું કે, પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી. પણ મેં દારૂ જોયો નથી

   ૨૦૦૯માં શંકરસિંહને હરાવ્યા અને ૨૦૧૪માં અમૂલના ચેરમેનને પણ મેં હરાવ્યા છે અને ૨૦૧૯માં પણ હું જીતવાનો છું. . લાખની લીડ થી હું ૨૦૧૯માં જીતવાનો છું. આગામી ટર્મ સુધી હું લોકસભા લડવાનો છું. પહેલા વાઈન વગર ચુંટણી જીતી શકાતી નહોતી, પણ મેં વાઈન જોયું નથી અને અડ્યો પણ નથી, જાહેરમાં આવું મારે કહેવું જોઈએ.

(11:39 pm IST)