Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 1700 ટન તાંબાની વસ્તુ ચીનની મંગાવી છે:સરકારની સ્પષ્ટતા

પ્રતિમા ‘મેઇડ ઇન ચાઇના’હોવાના કોંગ્રેસના પ્રમુખ રાહુલના આક્ષેપ બાદ સરકારની સ્પષ્ટતા

 

ગાંધીનગર:સરદાર સરોવર નર્મદા ડેમ નજીક અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થનાર છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામની પ્રતિમામેઇડ ઇન ચાઇનાછે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની સભામાં પ્રહાર કરતા જણાવ્યું હતું

  કોંગ્રેસ પ્રમુખના નિવેદનને લઇને ભારે ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં ટ્વીટ કર્યું કે, ‘સરદાર પટેલને એમના કદ મુજબનું સન્માન મળી રહ્યું છે તેનાથી નાખુશ કેટલાક લોકોશરમજનક જુઠાણુંફેલાવી રહ્યા છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીમેઇડ ઇન ઇન્ડિયાછે અને રાહુલ ગાંધીના જુઠાણાથી હકીકત બદલાવાની નથી’. 

 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ વધીને એવું કહ્યું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં સરદાર પટેલની પ્રતિમાનું ૯૫ ટકા કામ પૂરું થઇ ગયું છે જે મોટાભાગે ભારતીય ચીજવસ્તુઓથી નિર્મિત થઇ છે. પ્રતિમા રાહુલ ગાંધીની જેમ છે જેવી રીતે એમનામાં ઇટાલી અને ભારતીય લોહી ફરે છે!

  ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારે મોદીએ સરદાર પટેલની પ્રતિમાને વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. પછી સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી રાજ્ય સરકારે એલ એન્ડ ટીને સોંપી હતી

  ૨૦૧૫માં રૂ.૩૦૦૦ કરોડના વર્ક્સ કોન્ટ્રાક્ટ માટે એલ એન્ડ ટીએ સ્ટેચ્યુનો કેટલોક ભાગ ચીનની ટીક્યુ ફાઉન્ડ્રી ખાતે બનાવીને મગાવશે. ફાઉન્ડ્રી ચીનના નાનચંગ ખાતે આવેલી જીંગક્ષી ટોક્યન કંપનીની છે, તેવી વિગતો બહાર આવી ત્યારે વિવાદ થયો હતો. એલ એન્ડ ટીએ કબૂલ્યું હતું કે, સમગ્ર સ્ટેચ્યુનો ટકા ભાગ ચીનની ફાઉન્ડ્રીમાંથી મેળવાશે

બ્રોન્ઝ પ્લેટ સ્ટેચ્યુના ભારતમાં નિર્માણ માટે આવશ્યક હોવાથી મેળવવામાં આવી છે. બીજી તરફ, રાજ્ય સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘અમે પ્રોજેક્ટના સમયસર નિર્માણ માટે એલ એન્ડ ટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે એણે કોઇ ચોક્કસ કામ માટે ચીનની કંપનીની મદદ લીધી હોઇ શકે. પરંતુ સમગ્ર પ્રતિમા ભારતમાં બનવાની છે અને ભારતીય મટિરિયલ્સ મોટાભાગે વપરાશે.’

હવે ચાર વર્ષ બાદ રાહુલ ગાંધીએ નવેસરથી મુદ્દો છેડીને ભાજપને ડિફેન્સીવ મોડમાં લાવી દીધો છે. ભાજપે સરદાર પટેલ રથયાત્રાથી માંડીને સમગ્ર દેશમાંસ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર પ્રસાર માટે રણનીતિ ઘડી કાઢી છે. કોંગ્રેસ પ્રમુખના નિરંતર પ્રહારથી હરકતમાં આવેલી ગુજરાતની ભાજપ સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી રાહુલ ગાંધીના નિવેદનને જુઠાણું ગણાવ્યું છે જ્યારે નાયબ મુખ્યમંત્રીએ મેઇડ ઇન ચાઇનાવાળા મુદ્દાને પાયાવિહોણા ગણાવી ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુની કામગીરી ૯૫ ટકા પૂરી થઇ ગઇ છે એમાં ભારતીય ચીજવસ્તુઓ, ધાતુનો ઉપયોગ થયો છે. માત્ર ૧૭૦૦ ટન તાંબાની ચીજો ચીનની કંપની પાસેથી મેળવાઇ છે. જે ભારતમાં ઉપલબ્ધ હતું. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસે તો સરદાર પટેલને સતત અપમાનિત કર્યા હતા. એમને ભારત રત્ન પણ આપ્યો હતો

(1:10 am IST)