Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મસ્જિદમાં અઝાન સમયે લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાની માગ :હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

સતત અવાજનુ પ્રદુષણ ફેલાય છે અને શાંત વાતાવરણ પણ ડહોળાય છે.

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં નમાજ અદા કરતી વખતે અઝાન સમયે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે ગાંધીનગરના તબીબ દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવેલી છે. જેમાં અરજદારની માગ છે કે રાજ્યભરમાં મસ્જિદમાં અઝાન સમયે લાઉડસ્પીકરનો જે ઉપયોગ થાય છે, તેના પર રોક લગાવવા માટે સંબંધિત સત્તાધીશોને નિર્દેશ આપવામાં આવે.

 

અરજીમાં અરજદારની રજૂઆત છે કે મસ્જિદમાં નમાજ અદા કરતી વખતે પાંચેય ટાઈમ બાંગ પોકારતી વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાઉડસ્પીકરનો અવાજ એટલા વધુ હોય છે કે તેના લીધે સતત અવાજનુ પ્રદુષણ ફેલાય છે અને શાંત વાતાવરણ પણ ડહોળાય છે. જેથી મસ્જિદની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો, માનસિક રીતે બિમાર, શારિરીક રીતે બિમાર, ઘરડા લોકો, બાળકો, કામકાજમાં વ્યસ્ત રહેતા લોકોને અગવડતા અને ખલેલ પહોંચે છે. આ ઉપરાંત, ઊંઘી રહેલા લોકોની ઉંઘ પણ બગડે છે. જે માનસિક ત્રાસ આચરવા સમાન છે. નોઈઝ પોલ્યુશન રૂલ્સ- 2000 મુજબ લાઉડ સ્પીકર અથવા તો જાહેર રેલી સમયે વધુ અવાજ વાળી સિસ્ટમનો ઉપયોગ સંબંધિત સત્તાધીશોની મંજૂરી વગર કરી શકાતો નથી. જોકે મસ્જિદોમાં મંજૂરી વગર લાઉડસ્પીકરનો ઉપયોગ કરાય છે. લાઉડસ્પીકરથી અવાજનુ પ્રદુષણ ફેલાવુ જોઈએ નહીં.

(11:43 pm IST)