Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પંચમહાલ SOG અને ગુજરાત ATS નો સપાટો :પંચમહાલ ગોધરામાંથી 4,76 કરોડની જૂની ચલણી નોટ સાથે બે શખ્શોની ધરપકડ : એક ફરાર

મેડ સર્કલથી ગરનાળા તરફ જતા રોડ પર દુકાન પાસે ઉભેલી કારમાં દરોડો : ઘરની પણ તપાસ કરી: મોટા પ્રમાણમાં નોટનો જથ્થો મળ્યો

પંચમહાલ SOG તેમજ ગુજરાત ATSની ટીમે ગોધરામાંથી 4.76 કરોડની જૂની ચલણી નોટો સાથે ગોધરાના બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ હજુ ફરાર છે. પોલીસે જુબેર ઇદ્રીશ હયાત અને ફારૂક ઇશાક છોટા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સુલેમાન હયાત ફરાર છે. ઝડપાયેલા બંને ઇસમો પાસે થી 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો મળી આવી છે.

ગુજરાત ATSને મળેલી ગુપ્ત સૂચના અને પંચમહાલના એસપી ડો.લી ના પાટિલના માર્ગદર્શન હેઠળ એસોજી પીઆઇ કે.પી.જાડેજા તથા તેમની ટીમે મેડ સર્કલથી ગરનાળા તરફ જતાં રોડ પર બાતમીને આધારે ફારૂક ઇશાક છોટાની દુકાન પાસે ઊભેલી એક કારમાં દરોડા પાડ્યાં હતા. જેમાં પોલીસે ગાડી અને ફારૂકના સાથીદાર સુલેમાન હયાત અને તેના પુત્ર જુબેર ઇદ્રીશ હયાતના ઘરની તપાસ કરી હતી. જેમાં પોલીસને મોટા પ્રમાણમાં નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો.સાંજે 5 વાગ્યાના અરસામાં નોટોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી. 500 અને 1000 ના દરની નોટો બંધ થઈ ગયાને વર્ષોનો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઑ પાસે વિપુલ માત્રામાં ચલણી નોટો ક્યાં થી આવી તે દિશામાં એટીએસની ટીમે વિસ્તાર પૂર્વક તપાસ હાથ ધરી છે.  

(11:40 pm IST)