Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

PIનાં પોસ્ટર છાપનાર તેમજ લગાવનારા સામે ગુનો નોંધાયો

શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : પીઆઈ વાળા અને તેમના વહીવટદારો સામે આક્ષેપો કરતા પોસ્ટર તેમના જ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા

અમદાવાદ, તા. ૨૮શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ વી ડી વાળા અને તેમના વહીવટદારો તમે આક્ષેપ કરતા પોસ્ટર તેમના વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસે પોતાની આબરૂ બચાવવા પોસ્ટર તો કઢાવી લીધા હતા પણ બાદમાં પોસ્ટર લગાવનાર અને છાપનાર સામે કાલુપુર અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે પોતાની આબરૂ બચાવવા અને ઉચ્ચ અધિકારીઓથી બચવા ફરિયાદ નોંધતા 'ઉલટા ચોર કોટવાલ કો ડાંટે ?' કહેવત જેવો ઘાટ કિસ્સામાં ઘડાયો છે. ભારતીય સામ્યવાદી પ્રજા પક્ષના સહમંત્રી દિનેશ ચૌહાણે પોલીસ પર આક્ષેપ કરતા પોસ્ટર વિસ્તારમાં અનેક જગ્યાએ લગાવ્યા હતા. પોસ્ટરમાં તેવો ઉલ્લેખ કરાયો હતો કે શહેર કોટડા પોલીસ દ્વારા હપ્તા ખાઈને અમુક દુકાનો કરફયૂમાં પણ ચોવીસ કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ગરીબ લોકોને મારી પોલીસ ત્રાસ ગુજારે છે તેવા આક્ષેપ કરાયા હતા. જોકે ગણતરીના સમયમાં પોલીસ અધિકારીઓ સૂચનાથી બેનરો કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ અધિકારીઓ તેમના પીઆઇ અને વહીવટદારો ને જાણે બચાવવા મેદાને પડયા હોય એવો ઘાટ ઘડાયો છે.

દિનેશ ચૌહાણે ઝોન ડીસીપી મકરંદ ચૌહાણની ઓફિસ બહાર પણ પોસ્ટર લગાવતા કાલુપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.બી.સરવૈયાએ પોતે ફરીયાદી બનીને દિનેશ ચૌહાણ સામે જીપીએ ૧૧૨ અને ૧૧૭ મુજબ પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. જ્યારે શહેરકોટડા પોલીસે વધુ એક ગુનો દિનેશ ચૌહાણ અને પોસ્ટર બનાવનાર, લખાણ લખી બેનરો લગાવનાર સામે આઇપીસી ૫૦૧,૫૦૦ અને ૧૧૪ તથા જીપીએ ૧૧૨, ૧૧૭ મુજબ ગુનો નોંધ્યો છે.

(10:28 pm IST)