Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરતમાં ઠપકો આપતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

યુવક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો : દીકરો પરિણીત મહિલાના પ્રેમમાં હોવાને લઈને માહિલનો પરિવાર સતત વિરોધ કરતો હતો : પોલીસની વધુ તપાસ

સુરત, તા.૨૮ : શહેરમાં એક યુવાન પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. યુવકના પરિવારને અંગેની જાણ થતાં તેણે યુવકને મહિલા સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જે બાદમાં યુવકે આવેશમાં આવીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરી લીધા બાદ પરિવારે પરિણીતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પરિવારનો આક્ષેપ છે કે તેના દીકરાને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. મૂળ માંગરોળ તાલુકાના ઝઘડીયા ગામનો રહેવાસી અને સુરતના નાના વરાછા ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય માહિલકુમાર ગામીત હીરાના કારખાનામાં મજૂરીકામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. માહિલ છેલ્લા લાંબા સમયથી એક પરિણીત અને એક બાળકની માતાના પ્રેમમાં પડ્યો હતો. દીકરો પરિણીત મહિલાના પ્રેમમાં હોવાને લઈને માહિલનો પરિવાર સતત વિરોધ કરતો હતો. પરિવારના વિરોધ છતાં યુવકે મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા.

           એક દિવસ પરિવારે મહિલા સાથે પ્રેમ સંબંધ તોડવાનું દબાણ કર્યું હતું. જે બાદમાં યુવાન સતત માનસિક તાણ અનુભવતો હતો. ગતરોજ માહિલે આવેશમાં આવીને પોતાના ઘરમાં છતના હુક સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ છતાં માહિલને તાત્કાલિક સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના વિરોધ છતાં યુવકે મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા. એક દિવસ પરિવારે મહિલા સાથે પ્રેમ સંબંધ તોડવાનું દબાણ કર્યું હતું. જે બાદમાં યુવાન સતત માનસિક તાણ અનુભવતો હતો.

             ગતરોજ માહિલે આવેશમાં આવીને પોતાના ઘરમાં છતના હુક સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના વિરોધ છતાં યુવકે મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા. એક દિવસ પરિવારે મહિલા સાથે પ્રેમ સંબંધ તોડવાનું દબાણ કર્યું હતું. જે બાદમાં યુવાન સતત માનસિક તાણ અનુભવતો હતો. ગતરોજ માહિલે આવેશમાં આવીને પોતાના ઘરમાં છતના હુક સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારને જાણ છતાં માહિલને તાત્કાલિક સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(8:12 pm IST)