Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજપીપળા નગરપાલિકા ના ચીફ ઓફિસરને કર્મચારી મંડળ તરફથી નોટીસ ફટકારાઈ

પાલિકા ચિફ ઓફીસર સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કર્મચારી મંડળના પ્રમુખ રસિકભાઈ સોલંકીની ચિમકીથી હલચલ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા નગરપાલિકાહાલના હંગામી કર્મચારીઓ તથા નિવૃત થયેલાં કર્મચારીઓને અડધુંજ પેન્શન ચૂકવાતા તેમજ પી.એફ ખાતામા નિયમિત નાણાં જમા નહીં થતાં હોવાની ફરિયાદ મંડળના પ્રમુખ રસિકભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસર જયેશ પટેલને મૌખીક અને લેખીત વારંવાર કરવામા આવી છતાં પણ ચિફ ઓફીસરને તેની કોઈ અસર થતી નથી એ જોઈને મંડળ દ્વારા તેઓની ફરિયાદ મુખ્ય મંત્રી સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓને કરી અને દિન-૭ મા જવાબ આપવા ની રજુઆત ચિફ ઓફીસરને કરી હતી, છતાં પણ ચિફ ઓફીસર જયેશ પટેલ દ્વારા કોઈ પ્રત્યુતર આપવામા આવ્યો નહોતો. જેથી મંડળ પ્રમુખે હવે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને એ સંદર્ભે તેમણે વકીલ દ્વારા ચીફ ઓફિસર જયેશ પટેલને પક્ષકાર બનાવી નોટીસ ફટકારી છે અને કોર્ટ ની કામગીરી રાબેતા મુજબ થતાંજ તેઓ સામે કોર્ટ રાહે કેસ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ રસિકભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

  રસિકભાઈ સોલંકીના આક્ષેપ મુજબ ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ દ્વારા પાલિકામા નિયમિત ભરતી નિ પ્રક્રીયા નિભાવવા તેમજ જે કર્મચારીઓ વરિષ્ઠ અને લાયક છે અને અનુસુચિત જાતિના કર્મચારીઓના અધિકારો ને કોરાણે મુકીને કેટલાંક માનીતા અને લાગવગીયા ઓને પાછલાં બારણે એન્ટ્રી આપવામા આવે છે એટલે કે નોકરી મા લઈ તગડો પગાર ચુકવવામા આવે છે આમ કરી ને તેઓ સરકારી નાંણા નો દુરવ્યય કરે છે.
આ અગાઉ તા.15/06/2020 ના થયેલ અરજી મા જણાવ્યાં મુજબ રજુઆત હતી કે કર્મચારી મંડળ મા અનુસુચિત જાતિના સભ્યો બહુમતી છે, અને ચિફ ઓફીસર દ્વારા નિવૃત કર્મચારીઓ ને વડાપ્રધાન ની અપીલ છતાં અડધું પેન્શન અપાતાં તેઓ ને સંતાપ અને માનસિક તાણ અને સતામણી ની લાગણી જન્મી છે અને એની સરખામણી કોર્ટ નો તિરસ્કાર જ નહી પણ એથીય વધી ને ક્રુરતા સમાન ગણાવી એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનાની સમકક્ષ ગણાવેલ છે જે ગંભીર બાબત હોઈ ને તેઓ ની સંપુર્ણ તૈયારી સાથે કાયદાકીય લડત આપવાના નિર્ધારનો મક્કમ અણસાર આવી રહ્યો છે.
નગરપાલિકા રાજપીપળા ના ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ વારંવાર કાયદાનો ભંગ કરતા તથા હાલ કોરોના ની કટોકટી હોવા છતાં શનિ- રવિ મા હેડક્વાર્ટર છોડી પોતે પલાયન થઈ જતા હોવાની બુમો ઉઠવા છતાં પોતે સર્વ સત્તાધિશ હોય તેમ જીલ્લા કલેક્ટર ની પણ દરકાર લીધાં વિના આપખુદશાહી મા રાચી રહ્યાં છે જે લોકતંત્ર માટે એક કલંક રુપ કીસ્સો કહેવાય, આવનારા દિવસોમાં પાલિકા સામાન્ય ચુંટણીઓ પણ આવી રહી છે, અને ચિફ ઓફીસરના વિવાદીત વર્તનને કારણે નગરપાલિકા માટે આવનારાં દિવસો મુશ્કેલ ભર્યા હોય તેમ હાલ લાગી રહ્યું છે.

(7:42 pm IST)