Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

છેલ્લા ચાર વર્ષથી ખુનના ગુનાનો વચગાળાના જામીન પરથી ફરાર આરોપી ઝડપી પાડતી પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં વચગાળાના જામીન ઉપરથી તથા પેરોલ/ફર્લો ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના કરતા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વચ ગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી ભરત લવઘણભાઇ વસાવા (રહે,ગામડી તા,નાદોદ જી,નર્મદા) ની ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી કોલ ડીટેલ એનાલીસીસ કરી ફરાર આરોપીના ઠામ ઠેકાણાની માહીતી પેરોલ-ફર્લો-શાખાને મળતા પેરોલ-ફર્લોના પીએસઆઇ ડી.એ. ક્રિસ્યન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે આરોપીને પકડવા કિશનવાડી વડોદરા શહેર ખાતે વોચ-તપાસમાં રહી આજ રોજ તા.૨૮/૦૭/ ૨૦૨૦ના રોજ તેને ઝડપી પાડી ગુનાના કામે રાજપીપળા પો.સ્ટે.ને સોંપી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(7:33 pm IST)