Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ ન વધે એ માટે પોલીસ દ્વારા મુખ્ય માર્ગની લારીઓ હટાવી શાક માર્કેટ ત્રણ ઝોનમાં વહેચ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા અમુક વિસ્તાર અલગ અલગ ઝોન તરીકે જાહેર કર્યા છે એમાં શાકમાર્કેટનો પણ સમાવેશ થાય છે શાક માર્કેટ રેડ ઝોનમાં આવતા શાક માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ સ્ટેશન રોડ પર લારીઓ મૂકીને ધંધો કરતા હતા જેથી સ્ટેશન રોડ પર વધુ ભીડ ભેગી થતી હતી એ જોતા પોલીસ દ્વારા ત્યાંથી લારીઓ હટાવામાં આવી હતી.અને અગાઉની જેમ ત્રણ ભાગમાં ધંધો કરવા છૂટ અપાઈ છે જેમાં ફ્રુટનો ધંધો ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં જ્યારે શાક ભાજી માટે કન્યાશાળા અને મુખ્ય ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં વેપારીઓ ધંધો કરી શકશે.
 નર્મદા પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ પાઠકે જણાવ્યું હતું કે આ તમામ લારી ગલ્લાઓ ને હટાવી અમે રાજપીપળા પબ્લિક ગાર્ડનની સામે જગ્યા આપી દીધી છે. અને ત્યાં જઈ ધંધો કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રજાના હિત ને ધ્યાન પર લઈ પોલીસ દ્વારા આ કાર્યવાહી રોગચાળો વધુ ફેલાય નહીં એ હેતુથી કરવામાં આવી છે. જે રેડ ઝોન જાહેર કરેલ એવા કાછીયાવાડ, કસબાવાડ વિસ્તારમાંથી લોકો મુખ્ય માર્ગ પર ધંધો કરવા આવતા હોવાની બૂમ આવતા પોલીસે આ કાર્યવાહી કરી છે.

(7:28 pm IST)