Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નાના કારીગરો-ફેરિયાઓ અને શ્રમિકોને આર્થિક રીતે બેઠા કરવાની સ્વનિર્ભર ગુજરાત યોજનાથી માહિતી આપતા મુખ્યમંત્રી રૂપાણી

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી

અમદાવાદ : કોરોનાની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીમાંથી સમાજના  છેવાડાના એવા લારી-રેકડીઓમાં ચીજવસ્તુ વેચી ગુજરાન કરનારા-રેલ્વેમાં સામાન વેચી ફેરી કરનારા સહિતના શ્રમિકોને આર્થિક આધાર આપી બેઠા કરી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ -પી.એમ સ્વનિધિ-કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે

આ સમગ્ર યોજના અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતે આવા નાના કારીગરો-શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકાના વ્યાજે આપવાની જે સંવેદના દર્શાવી છે તેની ભૂમિકા આપી હતી.
  વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારની આ પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિની સહાય યોજનાથી ગુજરાતના આવા નાના અને રોજનું કમાઇને રોજ ખાનારા શ્રમજીવી વર્ગોને આર્થિક આધારનું નવું બળ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ યોજના ગુજરાતમાં સંપૂર્ણપણે અમલી કરવા માટે પણ ભારત સરકારને સહયોગ કરી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતને સાકાર કરવાની ખાતરી પણ આપી હતી.

(6:56 pm IST)