Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ખેડા જિલ્લાના જુદા જુદા વિસ્તારમા ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 16 શખ્સોની રંગે હાથે ધરપકડ કરી

ખેડા:જિલ્લાના નડિયાદ, ડામરી, રાજનગર તેમજ ગમનપુરામાં જે તે સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડી પત્તાપાનાનો જુગાર રમતાં કુલ ૧૬ શખ્સોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.

અંગે મળતી માહિતી મુજબ નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલ ઠાકોરવાસની ખુલ્લી જગ્યામાં નડિયાદ ટાઉન પોલીસની ટીમે ગતરોજ મોડી સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ચાર ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં અજયભાઈ ગોવિંદભાઈ મારવાડી, રાહુલભાઈ રમેશભાઈ ઠાકોર, અક્ષયભાઈ રમેશભાઈ મારવાડી અને દશરથભાઈ કાલુભાઈ રાજપુતનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂ.૯૮૦ તેમજ દાવ પરથી રૂ.૨૮૦ મળી કુલ રૂ.૧૨૬૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા ચારેય ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)