Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરતના રૂદરપુરામાં અંગત અદાવતમાં પડોશી યુવાને જાહેરમાં મહાનગરપાલિકાના કામદાર પર ચપ્પુના ઘા જીકતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરના રૂદરપુરામાં રહેતા મહાનગરપાલિકાના સફાઇ કામદાર ઉપર અંગત અદાવતમાં પડોશી યુવાન અને તેના મિત્રએ આજે સવારે પાંડેસરા સર્વોદય નગરમાં સરેજાહેર 15થી વઘુ ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે ઇજાગ્રસ્ત સફાઇ કામદારને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે દોડતી થયેલી પાંડેસરા પોલીસે હુમલો કરનાર પડોશી યુવાન અને તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકનો સફાઇ કામદાર ગવલેશ નંદકિશોર ભગત (.. 45 રહે. રૂમ નં. 27 છપ્પન ચાલ, હરિજન વાસ, સિમ્ગા સ્કુલની સામે, રૂદરપુરા) આજે સવારે પાંડેસરા 120 ફુટ રોડ સ્થિત સર્વોદય નગર સોસાયટીમાં સફાઇ કરી રહ્યો હતો. ત્યારે હોન્ડા સ્પેલન્ડર મોટરસાઇકલ નં. જીજે-5 એસબી-7699 પર પડોશમાં ઘર નં. 28માં રહેતો નેહલ ઉર્ફે આકુ વિનોદ ચૌહાણ (..20) અને તેનો મિત્ર સન્ની ઉર્ફે સાહિલ જયેશ મકવાણા (.. 20 રહે. ઘર નં. 83, પાલનંદાની ગલી, છપ્પન ચાલ, રૂદરપુરા) રેમ્બો છરા સાથે ઘસી આવ્યા હતા અને ગવલેશ પર હુમલો કર્યો હતો. જાહેર રસ્તા પર નેહલ અને સન્ની છરા વડે ગવલેશ પર તૂટી પડયા હતા.

(6:11 pm IST)