Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરતમાં કોરોના કાળમાં પણ કારમાં પાંચ મિત્રોને ડુમસ ફરવા જવું ભારે પડ્યું:પોલીસે કરી રંગે હાથે ધરપકડ

સુરત:કોરોના વાયરસના કારણે કારમાં ડ્રાઇવર સહિત ત્રણ જણાને મુસાફરી કરવાની મંજૂરી હોવા છતા સૈયદપુરાના પાંચ મિત્રો કારમાં ફરવા ડુમસ પહોંચી જતા પોલીસે પાંચેયની એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલના સળિયા ગણાવ્યા હતા.
કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે કારમાં ડ્રાઇવર સહિત ત્રણ જણાને મુસાફરી કરવાની છુટ છે. પરંતુ કેટલાક લોકો હજી પણ બેદરકારી દાખવી રહ્યા છે. જે અંતર્ગત ડુમસ કુવાડા ત્રણ રસ્તા પાસે સેવરોલેટ ઓપટ્રા કાર નં. જીજે-5 સીએફ-9257માં પાંચ મિત્ર અદનાન અયુબ અંસારી (.. 20), મહમદ અરબાઝ અનવર અંસારી (.. 20), અયાઝ અનવર અંસારી (.. 20), મોહમંદ અબરાર અનવર અંસારી (.. 21), પઠાણ આસીફ મોહમંદ ખાન (.. 20 તમામ રહે. સૈયદપુરા પંપીગ સ્ટેશન પાસે) ને ઝડપી પાડયા હતા. પોલીસે પાંચેય મિત્રોની પુછપરછ કરતા તેઓ અભ્યાસ કરે છે અને રવિવાર હોવાથી સાંજના સમયે તેઓ ડુમસ ફરવા માટે ગયા હોવાની કબુલાત કરી હતી. પોલીસે પાંચેય વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:13 pm IST)