Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરત:લોકડાઉનના પગલે કેનેડા નહીં જઈ શકવાના કારણોસર માનસિક સંતુલન ગુમાવનાર યુવક અશ્લીલ હરકટો કરતા પોલીસને દોડધામ

સુરત:કોરોના વાયરસને પગલે જાહેર કરવામાં આવેલા લોક્ડાઉનને પગલે કેનેડા નહીં જઇ શકતા માનસિક સંતુલન ગુમાવનાર યુવાન પાલ ગેલેક્ષી સર્કલ નજીક નગ્ન થઇ અશ્લીલ હરકતો અને ગાળાગાળી કરતા અડાજણ પોલીસે પહોંચીને ભારે જહેમત બાદ તેમને સમજાવી કપડા પહેરાવી પરિવારને તેડાવ્એયો હતો. ઘટનાનો કેટલાકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય વિનય (નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક સમયથી કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પરીક્ષામાં સાર માર્કસ સાથે ઉર્તીણ થવા માટે રાત-દિવસ એક કરનાર વિનયના કેનેડા જવાના સપનાને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું હતું અને લોક્ડાઉનના કારણે પરીક્ષા યોજાય હતી. જેથી તે છેલ્લા કેટલાક દિવસથી વિચિત્ર હરકતો કરતો હતો. દરમ્યાનમાં આજે સવારે તે કામના બ્હાને ઘરેથી નીકળ્યા બાદ પાલ ગેલેક્ષી સર્કલ ખાતે પહોંચી ગયો હતો અને જાહેરમાં કપડા કાઢી નગ્ન હાલતમાં અશ્લીલ હરકતો કરવાનું ચાલુ કરી દીધું હતું. જેને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળામાં સામેલ કેટલાક લોકોએ વિનયની હરકતોને કેમેરામાં કેદ કરી લઇ વિડીયો વાયરલ કર્યો હતો.

(6:09 pm IST)