Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કરજણ તાલુકાના વલણ ગામે માલિકને અંધારામાં રાખી બોગસ આધારકાર્ડના આધારે બારોબાર જમીન વેચી દેવાના પ્રકરણમાં આધારકાર્ડ અંગે કલેકટર ઓફિસ સુધી તપાસ લંબાવવામાં આવી

વડોદરા:કરજણ તાલુકાના વલણ ગામની જમીન મૂળ માલિકને અંધારામાં રાખી બોગસ આધારકાર્ડના આધારે બારોબાર વેચી દેવાના પ્રકરણમાં આધારકાર્ડ અંગે કલેક્ટર ઓફિસ સુધી તપાસ લંબાવી છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે રહેતા ભોગીલાલ લાલજીભાઇ પટેલની આશરે અઢી કરોડની કિંમતની વલણ ગામે ખેતીની જમીન વેચવા માટે કેટલાક લોકો ફરે છે તેવી માહિતીના આધારે તપાસ કરતા એક વ્યક્તિ બોગસ આધારકાર્ડ બનાવી બાનાખત તૈયાર કરી જમીનવેચી દેવાની તૈયારી કરતો હતો તેમ જાણવા મળ્યું હતું.

ભોગીલાલે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે વડોદરામાં જુના બાપોદ જકાતનાકા વિસ્તારમાં રહેતા જીગીશ શાહ નામના ભેજાબાજે પોતે જમીનના મૂળ માલિક ભોગીલાલ છે તેવું  નામ ધારણ કરી બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું અને તેના આધારે અન્ય વ્યક્તિઓને સાથે રાખી જમીન ભરૃચ તાલુકાના શેરપુરા ગામે રહેતા ઇકબાલ નુરમહંમદ પટેલને વેચી દેવાનું કાવતરું ઘડયું હતું.

(6:08 pm IST)