Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરા:મધ્ય રાત્રીએ બાઈક લઈને ઘરે પરત ફરતા યુવકને અકસ્માત નડતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: મોડીરાત્રે બાઇક લઇને ઘરે આવતા યુવકને હાઇવે પર અકસ્માત થતા તેનું ઘટના સ્થળે કરૃણ મોત નિપજ્યું છે. બનાવ અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કિશનવાડી મહાદેવચોકમાં રહેતો અલ્પેશ હસમુખભાઇ પરમારનું વાઘોડિયારોડ નારાયણ ચોકડીની બાજુમાં  બસસ્ટેન્ડની પાછળ રાધિકા ઓટો ગેરેજ છે. ગત રાત્રે બાઇક લઇને અલ્પેશ  છત્રાલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતા સમયે કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલા શૌચાલય પાસે બાઇકને અકસ્માત થતા અલ્પેશનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે

(6:07 pm IST)