Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના મહામારી વચ્ચે વડોદરામાં મનપાદ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું:નદી,નાળા સહીત તળાવમાં નહીં કરવા દેવામાં આવે દશામાની મૂર્તિઓનું વિસર્જન

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું  છે કે શહેરની અંદર કોઈપણ નદી, નાળા કે તળાવમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવું નહી અને જો વિસર્જન કરવામાં આવશે તો પાંચ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવસે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

જાહેરનામા સામે દશામાના ભક્તજનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યકત કરી રહ્યાં છે અને દશામા વ્રત પહેલા બહાર પાડવાની જરૃર હતી તેમ કહીને  કોર્પોરેશન તરફથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા કોઈ મદદ થાય તેવી માંગ કરી જ્યાં કૃત્રિમ તળાવ બનાવ્યા છે. ત્યાં પાણી ભરવામાં આવે અને બે કે ત્રણ વ્યક્તિ જઈને મૂર્તિ વિસર્જન કરે તેવી વ્યવસ્થા કરી આપવા સૂચવ્યું હતુ.

(6:06 pm IST)