Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં થયેલા દબાણને તોડી પાડવામાં આવ્યું

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાંદલજા વિસ્તારમાં વહીવટી વોર્ડ નંબર 6માં કોમર્શિયલ હેતુ માટેના કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં થયેલા દબાણને આજ રોજ તોડી પાડવામાં આવ્યું હતું અને પ્લોટ દબાણ મુક્ત કરાવ્યો હતો. તાંદલજામાં ડ્રાફ્ટ ટીપી 21 ફાઇનલ પ્લોટ નંબર 110 કે જે કોમર્શિયલ હેતુ માટેનો હતોજે કોર્પોરેશન દ્વારા વેચી દેવાતા પ્લોટનો કબજો ખરીદનારને આપતા અગાઉ પ્લોટ પરના દબાણ ખાલી કરી દેવાના હતા. જેથી આજ રોજ કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ ફાયર બ્રિગેડ જમીન-મિલકત શાખા, લાઈટ અને આરોગ્ય વિભાગ વગેરેનો સ્ટાફ સવારે સ્થળ પર પહોંચ્યો હતો. જેપી પોલીસ સ્ટેશન સામેના પ્લોટમાં લોખંડનો શેડ અને તંબુ ઉભો કરાયો હતો. અહીં ફરાસખાનાનો સામાન રાખવામાં આવેલ હતો અને રીતે દબાણ કરાયું હતું

(6:05 pm IST)