Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરા રેલવે સ્ટેશન નજીક અકસ્માતના બનાવમાં વધારો:કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા રાહદારીને હડફેટે લેતા અરેરાટી

વડોદરા:રેલવે સ્ટેશન પાસે આજે સવારે બનેલા અકસ્માતના એક બનાવ ના કારણે ભારે નાસભાગ મચી હતી.

બનાવની પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશથી દર્દીને લઇ આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ફુલ સ્પીડે ધસી આવેલી કારે એક રાહદારીને અડફેટમાં લીધા બાદ રિક્ષાને ટક્કર મારી હતી અને ત્યારબાદ કાર એસ.ટી.બસમાં ધડાકાભેર ભટકાઇ હતી.

બનાવના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. લોક ટોળા ભેગા થયા તે દરમિયાન પોલીસ આવી જતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાની તજવીજ કરાઇ હતી.

પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કારચાલકને ખેંચ આવી જતા બનાવ બન્યો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)