Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના સંક્રમણ વચ્‍ચે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સ્‍કૂલ બોર્ડની ગંભીર બેદરકારીઃ સ્‍કૂલો બંધ રાખવાનો આદેશ છતાં વિદ્યાર્થીઓને પુસ્‍તકો લેવા શાળાએ બોલાવાયાઃ આચાર્ય સસ્‍પેન્‍ડ

અમદાવાદ: AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પુસ્તક આપવા માટે બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ગુલબાઇ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલમાં પુસ્તક માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો બંધ રાખવામાં આવી હોવા છતાં એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.

જો કે, બંધ બારણે વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં આવતા અનેક સવાલો પેદા થયા છે. કારણ કે એક સમયે ગુલબાઈ ટેકરામાં વધુ કેસો હતા અને આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં આ રીતે બાળકોને ભેગા કરવામાં આવે અને તેઓ કોરોનાનો સંક્રમિત થાય તો જવાબદાર કોણ?

કોરોના સંકટ વચ્ચે AMC સ્કૂલ બોર્ડે બાળકોના આરોગ્ય સાથે ચેડા કર્યું છે. આ રીતે વિદ્યાર્થીઓ એક વર્ગમાં ભેગા કરવા માટે શું કોઇની પરવાનગી લેવાઈ હતી એ મોટો સવાલ? જો કે, સ્કૂલના આચાર્ય પ્રીતિ પાંડેએ ખુલાસો કર્યો કે, વિદ્યાર્થીઓ માત્ર ઘરે શીખીએ પુસ્તક આપવા બોલાવ્યા હતા. આ સાથે બાળકોએ પણ કહ્યું કે, પરીક્ષા આપવા આવ્યા નહતા. માત્ર પુસ્તકો લેવા આવ્યા હતા.

મનપા સ્કૂલ બોર્ડ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, આચાર્ય પ્રીતિ પાડેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય પ્રીતિ પાંડે દ્વારા સરકારના નિયમો તોડવામાં આવ્યા છે.

(5:08 pm IST)