Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના ઘરે પહોંચી શકે છે બિલ્લી પગે

શાકભાજી સાથે આવી શકે છે કોરોના સંક્રમણ

દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે શાકભાજી બજાર

રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા સાવ સામાન્ય ઉપાયથી કોરોના સંક્ર્મણ થી બચી શકાય છે ત્યારે લોકો આ નાનકડા કામથી પણ દૂર ભાગી રહ્યા છે લોકોની જાગૃતતા જ દેશને આ મહામારી માંથી મુકત કરી શકે તેમ છે. દેશમા સૌથી વધુ સંક્ર્મણ લાગવાનો ભય ત્યાં રહે છે કે જયાં લોકોની ભીડ એકથી થાય છે ત્યાં આપણા દેશમાં શાકભાજી બજારનો માહોલ જાણે મેળાવડા હોય તેવો હોય છે ગટવામાં કોરોના સંક્ર્મણ થવાની શકયતા સૌથી વધુ શાકભાજી બજારમાં રહે છે.

જો લોકોમાં જાગૃતતા નહિ જોવા મળે તો તંત્રના પગલાં અને સરકારની ગાઇડલાઇન માત્ર કઈ જ નહિ કરી શકે આ મહામારી માંથી બચવા માટે સહિયારા પ્રયત્નો થવા આવશ્યક છે જેમાં નાની વાતોનું ધ્યાન જો લોકો રાખશે તો પોતે અને સાથે આસપાસના લૂને કોરોનથી દૂર રાખી શકે તેમ છે.

સામાન્ય લોકોએ કેવી સાવચેતી રાખવી?

માસ્ક વગર ઘરની બહાર ન નીકળવું.

વારંવાર માસ્કને સ્પર્શ ન કરવો.

શકય હોય ત્યાં સુધી શાકભાજીને સ્પર્શો નહીં.

સોશિયલ ડિસ્ટન્સ જાળવો.

જે લોકોએ માસ્ક નથી પહેર્યા તેમનાથી દૂર રહો.

શાકભાજી લઈને ઘરે આવો ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ તેની સફાઈ કરો.(૩૭.૧૨)

દુકાનદારે કેવી કાળજી રાખવી?

 ધંધાના સ્થળે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવું.

 માસ્ક વગર માલ નહીં તેવી પહેલ શરુ કરી શકાય.

 શકય હોય ત્યાં સુધી માલને સ્પર્શવા ન દો.

(4:24 pm IST)