Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ર૯ નવા પ્રાંત અધિકારીઓની નિમણૂક રાજકોટ ગ્રામ્યમાં વિરેન્દ્ર દેસાઇ

તાલુકા કક્ષાએ તાલીમનો સમયગાળો પૂર્ણ :મોરબીમાં શ્વેતા પટેલ અને જામનગરમાં નિલાક્ષ મકવાણા નવા પુરવઠા અધિકારી

રાજકોટ તા. ર૮ :.. રાજય સરકારે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી તરીકે તાલીમી સમયગાળો પૂર્ણ કરનારા ડે. કલેકટર કક્ષાના અધિકારીઓને જુદા જુદા પ્રાંતમાં પ્રાંત અધિકારી તરીકે નિમણુક આપી છે.

પડધરી - રાજકોટ તાલુકાના સરયુ એચ. જનકારને વેરાવળ પ્રાંત અધિકારી પદે, ધ્રોલ-જોડીયાના આસ્થા ડાંગર જામનગર સીટી પ્રાંત અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે. વઢવાણ - લખતરના ઋતુરાજસિંહ જાદવ પાટડી પ્રાંતમાં મુકાયા છે.

તલોદ - પ્રાંતિજના વિરેન્દ્ર દેસાઇ રાજસ્ત ગ્રામ્યના પ્રાંત અધિકારી પદે નિયકત થયા છે. અમરેલીના કેતુલ ઇટાલીયા ધરમપુરમાં મુકાયા છે.

હાલોલના નિલાક્ષ મકવાણા જામનગરમાં અને વીજાપુરના કુ.શ્વેતા પટેલ મોરબીમાં જિલ્લા પુરવઠા અધિકારી બન્યા છે. માતરના કુ પદમીન રાઠોડને બોટાદમાં પુરવઠા અધિકારી બનાવાયા છે.

(4:24 pm IST)