Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સ્ટેમ્પ પેપર બંધ કરી ઇ-સ્ટેમ્પીંગ ચાલુ કરવા સામેની અરજી ફગાવતી હાઇકોર્ટ

રાજકોટ, તા. ર૮ : રાજય સરકારે ગયા ડીસેમ્બરના ઉતરાર્ધમાં રાજયમાં ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ અને વપરાશ બંધ કરી વિકલ્પે ઇ-સ્ટેમ્પીંગ ફરજિયાત કરેલ તેના વિરોધમાં કેટલાક સ્ટેમ્પ વિક્રેતાઓએ કરેલ અરજી હાઇકોર્ટે ફગાવી દીધાનું જાણવા મળે છે. ફીઝીકલ સ્ટેમ્પ પેપર ચાલુ રાખવાની માંગણીનો હાઇકોર્ટે અસ્વીકાર કરી સરકારના પગલાને યોગ્ય ઠેરવતો ચૂકાદો આપ્યો છે.

જાણવા મળ્યા મુજબ મનીષ જીતેન્દ્ર શાહ સહિતના અજદારોએ ૪ સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન કરેલ. અન્ય એક જાહેર હિતની અરજી થયેલ જેમાં ફીઝીકલ સ્ટેમ્પ પેપર બંધ કરવાના સરકારના પગલાને ગેરકાયદે ગણાવી રદ કરવા માંગણી કરેલ. હાઇકોર્ટે અરજદારોની માંગણી નામંજૂર કરી સરકારની ઇ-સ્ટેમ્પીંગ વ્યવસ્થા યથાવત રહી શકે તે પ્રકારનો ચૂકાદો આપ્યો છે.

(4:21 pm IST)