Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જેલમાં અનુભવી તબીબોની ફુલટાઇમ સેવા સાથે કોવીડ સેન્ટર તુર્તમાં કાર્યરત

વડોદરા સેન્ટ્રલ જેલમાં બીજા દિવસે પણ કોરોના વિસ્ફોટ બાદ ફટાફટ નિર્ણયો : ઓએસડી વિનોદ રાવની મુલાકાત બાદ નિર્ણયઃ પેરોલ પરથી પરત ન ફરેલા સામે ગુન્હાઓ દાખલ કરવાનું શરૃઃ જેલ વડા ડો.કે.એલ.એન.રાવ

રાજકોટ, તા., ૨૮: વડોદરાની સેન્ટ્રલ જેલમાં જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે એક સાથે ૧૮ કેદીઓ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયેલ તેના પડઘા શાંત થાય તે પહેલા  મધ્યસ્થ જેલનાં વધુ ૪૩ દર્દીઓ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે.

હાલ આ તમામ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે કોરોના વાયરસ સ્થિતિ માટે ખાસ મુકાયેલા ઓએસડી ડો. વિનોદ રાવે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી અને જેલમાં ૮૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તેમ જેલ વડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું છે.

ડો.વિનોદ રાવ-કલેકટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત વિ.ની જાગૃતીથી વડોદરામાં સૌ પ્રથમ ગ્રીન-રેડ ઝોન વિ. અમલમાં આવ્યા હતાં. મ્યુનીસીપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય પણ સક્રિય રહેલ.

વડોદરા ઉપર ઝીણવટભરી નજર રાખતા સિનીયર આઇએએસ અને પુર્વ મ્યુનિ. કમિશ્નર તથા હાલના ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટીની વીઝીટ બાદ જેલમાં કોવીડ સેન્ટર ઉભું કરી તેમાં ઉચ્ચ ડીગ્રી ધરાવતા અનુભવી તબીબો કાર્યરત રહેશે.

દરમિયાન પેરોલ પર માનવતા ખાતર છોડાયેલા કેદી પૈકી અમુક હાજર નહી થતા તેઓ સામે કાયદેસર ફરીયાદો દાખલ થઇ રહયાનું ડો.કે.એલ.એન. રાવે 'અકિલા'ને જણાવ્યું છે.

(4:20 pm IST)