Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરા જેલમાં કોરોના બ્લાસ્ટ : એકસાથે ૪૩ કેદી પોઝિટીવ આવતાં ખળભળાટ

જેલમાં જ થશે ૮૭ બેડની હોસ્પિટલ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ગઈકાલે એકસાથે ૧૮ કેદીઓ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં  મધ્યસ્થ જેલનાં વધુ ૪૩ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, સોમવારે OSD ડો. વિનોદ રાવે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. અને જેલમાં ૮૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી.

 વડોદરા મધ્યસ્થ જેલમાં ૧૮ જેટલા કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આમ માત્ર ૨ જ દિવસમાં સમગ્ર જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. અને ૨ દિવસમાં જેલની અંદર ૬૧ કેદીઓને કોરોનાનું સંક્રમિત બન્યા છે. વડોદરા જેલમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

વડોદરામાં મૂકવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી OSD ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ વડોદરા સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં ૮૦ બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાનો   નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં એક MD, એક MS અને ૪ પ્ગ્ગ્લ્ ડોકટરની પૂર્ણકાલિન સેવાઓ ઉપલબ્ધ છે. જેલ સંકુલમાં આ કોવિડ હેલ્થ સેન્ટર શનિવાર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે સેન્ટ્રલ જેલની મુલાકાત લઇને ચેપનું જોખમ નિયંત્રિત કરવાના ઉપાયોની ચર્ચા કરી હતી.

(3:23 pm IST)