Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરતના ર૪ હજાર લોકોએ માત્ર એક દિવસમાં જ ઓનલાઇન પરીક્ષા આપી ઇતિહાસ સજર્યો

દેશમાં સૌ પ્રથમ વખત સંસદસભ્ય-ધારાસભ્ય હોય કે મેયર કે પછી સામાન્ય નાગરિક, તમામે અભિયાન જાતે જ ઉપાડી લીધું છેઃ 'આઇ ફોલો' (ટ્રાફીક રૂલ્સ પાલન અભિયાન) અંગેની અવનવી વાતો : અહિં, 'દંડ'ને બદલે માસ્ક સાથે હેલ્મેટ આપે છેઃ દોઢ લાખ લોકો કે જેમાં મોટા ભાગના યુવાનો હતા, તેઓને અકસ્માતમાં જાન ગુમાવવાની સાથોસાથ કાયમી અપંગતા અને કોમામાં સરતા જોઇ મારૂ હ્ય્દય હચમચી ઉઠયું હતું: પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને ડીસીપી પ્રશાંત સુમ્બે સાથે ચર્ચાઓ કરી વિચારોનું આદાન-પ્રદાન કરેલઃ 'આઇ ફોલો' અભિયાનના સ્વપ્નદ્રષ્ટા સમા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, સાઉથ ગુજરાતમાં ઘેર-ઘેર જાણીતા બનેલા બહુચર્ચીત અભિયાનનું અથથી ઇતિ વર્ણવે છે

રાજકોટ, તા., ૨૮: સોશ્યલ મીડીયામાં જે રીતે મેં ભી કોરોના વોરીયર, મૈ ભી ચોકીદાર જેવા અભિયાન માફક સાઉથ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં આઇ ફોલો (ટ્રાફીક રૂલ્સ) અભિયાનનો વિચાર મુકયો ત્યારે કલ્પના ન હતી કે લોકો જાતે જ આ અભિયાન ઉપાડી લેશે અને પ્રિન્ટ મીડીયા-ચેનલો-ઇન્સ્ટ્રાગ્રામ કે રેડીયોમાં સર્વત્ર આ અભિયાન છવાઇ જશે તેમ દેશના સહુ પ્રથમ 'આઇ ફોલો' અભિયાન અંગેની અકિલા સાથે ચર્ચા કરતાં આ અભિયાનના સ્વપ્ન દ્રષ્ટા એવા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ-ટ્રાફીક) એચ.આર.મુલીયાણાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ.

તેઓએ જણાવેલ કે અકસ્માતનાં સર્વે દરમિયાન દોઢ લાખ લોકો કે જેમાં મોટા ભાગના યુવાનો હતા. તેમના મૃત્યુ સાથે સાથે આજીવન અપંગતા અને 'કોમા'ની સ્થિતિ જોઇ મારૂ હ્ય્દય હચમચી ગયું અને કોરોના મહામારીથી બચાવવા માટે 'માસ્ક'  સોશ્યલ ડિસ્ટન્સ વિ. સાથે હેલ્મેટ અભિયાન પણ જોડી દેવાયું.

૭૦ લાખની વસતી ધરાવતા સુરતમાં ટ્રાફીકની ગીચતા અને પ્રદુષણ અટકાવવા માટે ફકત પોલીસ જ નહી, લોકોએ પણ જાગૃત થવુ જરૂરી હોવાથી પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ, ડીસીપી પ્રશાંત સુમ્બે વિ. સાથે ચર્ચા-માર્ગદર્શન બાદ 'આઇ ફોલો' (ટ્રાફીક રૂલ્સને અનુસરીશ) પ્રોજેકટ અમલમાં મુકયો.

સામાન્ય નિયમો મુજબ ૭૦૦ની વસતીએ એક પોલીસમેન (ટ્રાફીક કોન્સ્ટેબલ) જોઇએ જે ૭૦૦૦ની વસ્તીએ એક છે. આ બાબત ધ્યાને રાખી 'માસ્ક'ની માફક હેલ્મેટ ન પહેરી મોતને નોતરતાં યુવાનો-વડીલોને જાગૃત કરવા આ અભિયાન શરૂ કરી તેમાં સાંસદ-ધારાસભ્ય-મેયર વિ. મહાનુભાવો તથા ઉદ્યોગગૃહો રસ લેતા કર્યા અને બીજા શબ્દોમાં કહીએ તો તેઓ અભિયાનની ગંભીરતા સમજી જાતે જ અભિયાન ઉપાડયું.

ભુતકાળમાં લોકો પાસેથી નિયમોનાં પાલન માટે 'દંડ' પણ વસુલ્યો છે. પરંતુ આ અભિયાનમાં નવુ એ કર્યુ કે દંડને બદલે હેલ્મેટ, સજાને સ્થાને પ્રતિજ્ઞા અને સોશ્યલ મીડીયામાં પ્રચાર-પ્રસાર કરી લોકોને જાગૃત કરવાની જવાબદારી આપી અને લોકો પણ પોલીસનું આવુ અભિયાન અસર કરી ગયું હોય તેમ જાતે જ સોશ્યલ મીડીયામાં પોષ્ટ કરી મિત્રોને પણ 'શેર' કરવા લાગ્યા.

વેબસાઇટમાં જઇ લોકોને ટ્રાફીકના નિયમોની બુકસ મેળવી તેના અભ્યાસ કરાવ્યો. તાજેતરમાં લોકોની કસોટી કરી. ટ્રાફીક વોર્ડનોની પણ પરીક્ષા લીધી. આશ્ચર્ય વચ્ચે ૧ દિ'માં ર૪ હજાર લોકોએ ઓનલાઇન પરીક્ષા આપી. એ જ દિવસે રિઝલ્ટ સાથે પ્રથમ ૧૦૦ને સીલેકટ કરી એક ગીફટરૂપે કીટ આપી હતી તેમ એચ.આર.મુલીયાણાએ અકિલાને જણાવેલ.

તેઓના અનોખા અભિયાન માટે માત્ર ગુજરાત કે દેશથી નહિં, ઇન્ટરનેટ મારફત ગુજરાત કે દેશથી નહિં, આ અભિયાનની વિગતો જાણી અભિનંદન અપરંપાર વરસે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેઓએ જણાવેલ કે ખાલી રસ્તા જોઇ ટ્રાફીક સમસ્યા હળવી બની તેનો હર્ષ નથી.

કોરોના હટે લોકોએ બાબતે જાગૃત થાય અને ફરી ટ્રાફીકથી ધંધા-ઉદ્યોગો ધમે એ દ્રશ્યો જોવા છે.

(3:22 pm IST)