Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અંતરીક્ષમાં એક નવો એસ્ટરોઈડ શોધ્યો : સુરતની આ બે દીકરીઓની 'નાસા'માં પણ નોંધ

વૈદેહી અને રાધિકા સુરતના કે ગુજરાતના જ નહીં પણ ભારતના અને વિશ્વના ઝળહળતા સ્ટાર

રાજકોટ : જયારે સુરત સહીત દેશમાં કોરોનનું સંક્ર્મણ વધતું જાય છે ત્યારે લોકો દ્યરમાં બંધ છે ત્યારે સુરતની બે વિદ્યાર્થીની એ અંતરિક્ષમાં એક નવો એસ્ટરોઇડ શોધી બતાવ્યો છે. જેનો આકાર હજુ શોધી નથી શકાયો હાલમાં પૃથ્વી સાથે અથડાવાની કોઈ શકયતા કહી નથી શકાતી પણ જો આ સુક્ષ્મ ગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો સમગ્ર માનવજાતિ માટે મોટું જોખમ બની રહેશેમ નાસા એ પણ આ વાતની ખાતરી કરીને કહ્યું છે કે અત્યારે આ ગ્રહ મંગળની ભરમાં કક્ષામાં છે આથી આવતા ૮ થી ૧૦ વર્ષ માં આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં આવવાની શકયતા કહી શકાયમ

આ લઘુ ગ્રહ શોધી બતાવનાર બે વિદ્યાર્થીનીઓએ આ ગ્રહનું નામ HLVWZV નામ આપ્યું છે. આ ગ્રહ શોધી બતાવનાર સુરતમાં જ નહિ પણ ભારતમાં પણ આ બન્ને વિદ્યાર્થીનીઓ પહેલી છે.

'નાસા'એ ૧૯૯૮માં આ અભિયાન હાથ ધરેલુ

 નાસા એ ૧૯૯૮માં એક આ પ્રકારનો લઘુગ્રહ શોધવાનો પર્યટન કર્યો હતો. જે માટે દુનિયાભરમાં આ એક પ્રકારનું અભિયાન શરૂ કર્યું હતુંમ ભારતમાં પણ આ ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ સર્ચ કેમપેન શરૂ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત દેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને સ્પેસ સાયન્સ સાથે જોડીને આ કાર્ય થયું હતુંમ નાસા એ હવામાં સ્થાપિત પેનસ્ટાર ટેલિસ્કોપની મદદથી ગ્રહોના ફોટા લઈને તેનો અભ્યાસ કરવા માટે વિવિધ સેન્ટરો પર મોકલવા માં આવ્યા છે. આ એક સેટમાં ચાર ફોટાઓ હોય છે જેને ઝડપથી ચલાવવામાં આવે તો ફોટો એક મુવિંગ ઓબ્જેકટમાં પરિવર્તિત થઇ જાય છે. આ પ્રકારના ૮ થી ૧૦ સેટ મોકલવામાં આવે છે. વૈદેહી અને રાધિકાને આ સેટ મેળવીને તેને એસ્ટ્રોમેટિકા સોફ્ટવેર ઉપર ડિકોડ કરીને મુવિંગ ઓબ્જેકટ તરીકે નજર રાખી હતી અને એક નવો લઘુગ્રહ શોધી બતાવ્યો હતો.

આ ગ્રહ મંગળની નજીક જોવા મળી રહ્યો છે : નાસાએ ઈ-મેલ કરી કરી બંને દીકરીઓને ખાતરી આપી

નવા લઘુગ્રહ શોધી બતાવવાની એક ઝુંબેશ હેઠળ સુરત શહેરની આ બે વિદ્યાર્થીની પી.પી. સૌની ચૈતન્ય વિદ્યા સંકુલની વિદ્યાર્થી છે. બન્ને ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરે છે. વૈદેહી વેકરીયા અને રાધિકા લાખાણી અંતરિક્ષ માં થતા રિસર્ચમાં નાસાએ જાહેર કરેલ ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ સર્ચ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો અને બન્નેએ એક એસ્ટરોઇડ શોધી બતાવ્યો છે.

બન્ને વિદ્યાર્થીઓએ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટમાંથી એસ્ટ્રોનોમિકલ સ્ટડીમાં ટ્રેનિંગ લીધી હતી નાસા એ ઈ મેઈલ કરીને આ બન્ને વિદ્યાર્થીઓ શોધેલા ગ્રહની ખાતરી આપી છે. ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ સર્ચ કેમપેનના નિર્દેશક ડો. પેટ્રિક મિલરે આ વાતની તથ્યતા જણાવતા કહ્યું કે આ ગ્રહ અત્યારે મંગળ ગ્રહની નજીક જોવા મળી રહ્યો છે. થોડા વર્ષો બાદ તે પૃથ્વીની નજીક આવી શકે છે. મૂળ ભાવનગર જિલ્લાની વૈદેહી અને અમરેલીની રાધિકા એ આ સ્પેસ માં લગભગ ૨૦ ઓબ્જેકટને શોધી બતાવ્યા છે આ દરમ્યાન તેમને આ લદ્યુગ્રહ મળી આવ્યો છે. સ્પેસ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષક આકાશ દ્વિવેદી એ કહ્યું કે સુરત જ નહિ ગુજરાત માટે પહેલો આવો અવસર છે કે કોઈએ લઘુગ્રહ શોધી બતાવ્યો હતો.

(3:20 pm IST)