Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સાવધાનઃ તાળાઓ માટે ચાવી બનાવતી ગેંગે પોતાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત સુધી વિસ્તાર્યુ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાવધાનીના સુરો રેલાવે છે

રાજકોટ, તા., ૨૮: તાળાઓ રીપેર કરી તેની ચાવીઓ બનાવી આપવા માટે જુદા જુદા વિસ્તારોમાં સાધનો સાથે ફરતા ચિખલીગર ગેંગનાં સભ્યો દ્વારા આવી કાર્યવાહી દરમિયાન સંબંધક વ્યકિતઓ પાસે રૂ કે બીજા કપડા જેવી માંગણી કરી, ત્યાં હાજર વ્યકિત મંગાવેલ વસ્તુઓ લેવા જાય ત્યારે પલકવારમાં તિજુરીમાંથી દાગીનાં  અને રોકડ રૂપીયા ગાયબ કરતી રાજયભરમાં સક્રિય બન્યાનું અમદાવાદ ક્રાઇમ બ્રાચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે 'અકિલા' સાથેની વાતચીતમાં રાજયભરનાં લોકોને સાવધ કરતા જણાવ્યું છે.

અમદાવાદના કાગડાપીઠ વિસ્તાર સહીત વિસ્તારોનાં આ પ્રકારે ગુન્હા બન્યા બાદ સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર જેવા અનુભવી અધિકારીને આવા મામલામાં કંઇક અલગ ગંધ આવતા તેઓએ ડીસીપી દિપેન ભટ્ટ અને એસપી ભગીરથસિંહ વી.ગોહીલ વિ. સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્ચ ટીમને સ્થળ વીઝીટ કરી સીસીટીવી કે કેમેરા ફુટેજ ચેક કરવા જણાવેલ.

પીએસઆઇ આઇ.એસ.રબારી સીસીટીવી ફુટેજ આધારે રઘુવીરસિંગ ઉર્ફે લડુસીંગ તથા બલવીરસીંગ (રાજસ્થાન) પંથકને તુર્ત ઓળખી કાઢી આરોપીને ઝડપી આગવી ઢબે પુછપરછ કરતા પોણો ડઝન જેટલા ગુન્હાઓનો ભેદ ખુલવા સાથે આ ગેંગના સભ્યો રાજયનાં વિવિધ શહેર-જીલ્લામાં આવા કરતબો અજમાવતા હોય રાજયભરની પોલીસને સાવધ કરેલ.

રઘુવીરસીંગ ઉર્ફે લડુસીંગ મધ્યપ્રદેશ, હરીયાણા ગુડગાંવ અને પાણીપત સુધી પોતાની ઠગકળા અજમાવ્યાનું પણ પુછપરછમાં ખુલવા પામ્યું છે.

(3:18 pm IST)