Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વલસાડ પંથકમાં આભ ફાટ્યુ : માત્ર ૬ કલાકમાં સાંબેલાધાર ૬ ઈંચ ખાબકયો

સવારે ૬ વાગ્યાથી એકધારો ચાલુ : પારડી, ગણદેવી અને ચીખલી ૪ ઈંચ વરસાદ : સર્વત્ર પાણી.... પાણી... પાણી...

 વાપી, તા. ૨૮ : મેઘરાજાએ આજે સવારથી વલસાડ જીલ્લા માં મુકામ રાખ્યો હોય તેમ અનરાધાર વરસી રહ્યા છે જેને પગલે વલસાડ માં માત્ર ૬ કલાક માં ૬ ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર સ્થિતી સર્જાય છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૦૬ વાગ્યા થી લઈ બપોર ના ૧૨ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

વલસાડ ૧૩૪ મીમી,પારડી ૧૦૧ મીમી,ગણદેવી ૯૮ મીમી,ચીખલી ૯૩ મીમી,વાપી ૪૪ મીમી,ખેરગામ ૩૬ મીમી,વાંસદા ૨૩ મીમી,જલાલપોર ૨૧ મીમી,વદ્યઈ ૧૧ મીમી,નવસારી અને ધરમપુર ૧૦- ૧૦ મીમી વરસાદ નોંધાયો છે

આ લખાય  રહ્યું છે ત્યારે કે એટલે કે ૧૨.૩૦ કલાકે પણ મેઘરાજા વલસાડ-નવસારી-ડાંગ પંથક માં ઘેરાયેલા વાતાવરણ સાથે હેત વરસાવી રહ્યા છે.

(3:20 pm IST)