Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

'માસ્ક' નહિ પહેરવા માટે ફટકારાતા દંડનો વિરોધઃ રેશ્મા પટેલ અને ૭ની અટક

અમદાવાદઃ એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત ૭ લોકોને માસ્કના દંડનો વિરોધ કરી કલેકટર કચેરીમાં ધરણા પર બેસી સૂત્રચ્ચાર કરવા બદલ અમદાવાદના રાણીપ પોલીસે ડિટેઇન કર્યા છે. ૧૦ દિવસ અગાઉ એનસીપી દ્વારા માસ્કના દંડનો વિરોધ કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રનો જવાબ લેવા એનસીપીના આગેવાનો પહોંચ્યા હતા. આગેવાનોને ડેપ્યુટી કલેકટરે થોડીવાર બેસો તેમ જણાવ્યું હતું. જો કે કલેકટર કચેરીના ઝાંપા પાસે કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી રેશ્મા પટેલ સહિતના આગેવાનોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેના પગલે બનાવની જાણ રાણીપ પોલીસને કરવામાં આવતા ૭ લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે.

(11:57 am IST)