Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના કાળમાં સીએમ રૂપાણીની કામગીરીથી ૮૦ ટકા લોકો સંતુષ્ટ

મુખ્યમંત્રીએ અભૂતપૂર્વ પગલાં લીધાં : સાર્વજનિક સ્વાસ્થ્ય, કાયદો અને વ્યવસ્થા, પ્રવાસી શ્રમિકો, અન્ન પુરવઠો વગેરે કામગીરી પ્રશંશનીય : તત્કાલ હોસ્પિટલો ઉભી કરી, ધન્વંતરિ રથ દ્વારા નવો જ રાહ ચિંધ્યો : સીએમ ડેશબોર્ડનો અત્યંત અસરકારક ઉપયોગ : IIM નો રિપોર્ટ

અમદાવાદ,તા.૨૮ : ગુજરાતમાં કોરોના કાળમાં સીએમ રૂપાણીની કામગીરીથી ૮૦ ટકા લોકો ખુશ છે ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા પર વધુ એક મ્હોર લાગી છે. ગુજરાતમાં કોવિડ-૧૯ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે આઇઆઇએમના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં કોવિડ-૧૯ની મહામારી દરમિયાન મુખ્યમંત્રીના નેતૃત્વ પ્રત્યે ૮૦ ટકાથી વધુ લોકોને સંતોષ હોવાનું તારણ બહાર આવ્યું છે અહેવાલમાં સાર્વજનિક સ્વાસ્થય, કાયદો અને વ્યવસ્થા, વહીવટીતંત્ર સાથે વિવિધ હીતધારકોનો અનુભવ, પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠો જેવી વ્યવસ્થા સરાહનીય હોવાનું જણાવાયું છે. અહેવાલમાં રાજય અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે સરકારે કોવિડ-૧૯ હોસ્પિટલ મારફત ૨૨૦ બેડ ઉપરાંત સરકારી અને ખાનગી ભાગીદારી મોડલથી દર્દીઓ માટે બેડ ઉભા કરવામાં મદદ મળી છે. કોરોનાને ફેલાતો અટકાવવામાં ધન્વંતરી રથ મારફત આરોગ્ય ચકાસણી માટે મહત્વની બની છે.

અહેવાલમાં વહીવીટતંત્ર સાથે વિવિધ હીતધારકોએ સીએમ ડેશબોર્ડનો અસરકારક ઉપયોગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, દર્દીઓની સારવાર માટેની સુદઢ વ્યવસ્થાએ પણ કોરોનાને ગુજરાતમાં કાબુમાં રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આઇઆઇએમએ બહાર પાડેલા સર્લેક્ષણાં કાયદા વ્યવસ્થા અને લોકડાઉન દરમીયાન પોલિસફોર્સની કામગીરીના પણ વખાણ કર્યા છે. ઉપરાંત સરકારે પ્રવાસી શ્રમીકોને કરેલી મદદ અને તેના માટે ખાસ બસ અને ટ્રેનની સુવીધાને પ્રસંશનીય ગણાવી છે

લોકડાઉન દરમીયાન ખાદ્યપુરવઠો અને અનાજ વિતરણ વ્યવસ્થાને પણ વખાણી છે. ૮૦ ટકાથી વધુ વસ્તીનો પુરવઠો નિયમિત મળ્યો રાજયની જાહેર વિતરણ વ્યવસ્થા મારફત ગરીબ નાગરિકો અને પ્રવાસી શ્રમિકો સહિતના રાજયની વસ્તીના ૮૦ ટકાથી વધુ વસ્તી અને પ્રવાસીઓને જીવન જરૂરી વસ્તુંઓનો નિરંતર પુરવઠો મળ્યો છે.

(3:18 pm IST)