Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દક્ષિણ ગુજરાત પંથક પર મેઘરાજા મહેરબાન : રાજયના ૪૭ તાલુકાઓમાં ઝરમરથી ૩.૫ ઇંચ વરસાદ

વાપી, તા. ૨૮ : પવિત્ર શ્રાવણ માસ માં મેઘરાજા રાજય ના કેટલાક વિસ્તારો માં ધીમી ધારે વરસી રહ્યા છે હવામાન ખાતા ની વરસાદ ની આગાહી વચ્ચે મેદ્યરાજા હજુ વરસવાના મૂડમાં જણાતા નથી.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૪૭ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૮૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર દક્ષીણ ગુજરાત પંથક માં વરસાવી હોવાનું જણાય રહ્યું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો...

ગણદેવી ૮૯ મીમી,ધરમપુર ૪૦ મીમી,નવસારી ૩૯ મીમી,ચોર્યાસી ૩૩ મીમી,પલસાણા ૩૨ મીમી,મહુવા ૨૯ મીમી,ડોલવણ ૨૩ મીમી,વાંસદા ૨૨ મીમી,ધોલેરા અને ચીખલી ૧૯-૧૯ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જલાલપોર ૧૮ મીમી,ખેરગામ ૧૬ મીમી,ઓલપાડ ૧૨ મીમી,ઉમરગામ ૧૦ મીમી વરસાદ નોંધાયો છે  તો રાજય ના ૨૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સતત વધી ને ૩૨૫.૩૯ ફૂટે પોહોચી છે ડેમ માં ૨૭,૨૧૭  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૦૨૫ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવેની જળસપાટી સવારે ૦૮ કલાકે ૫.૬૨ મીટરે  પહોંચી છે.

(11:56 am IST)