Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સાબરમતી યુનિ.નો વહીવટ સરકારે પોતાના હસ્તક લીધો

ગેરરીતિઓ સામે સીટ દ્વારા તપાસ થાય તેવી માગ : અગાઉ કેલોરેક્સ અને હાલ સાબરમતી યુનિવર્સિટી તરીકે ઓળખાતી યુનિ.માં ઘણા પ્રકારની ગેરરીતિઓ ખુલી છે

અમદાવાદ, તા. ૨૭ : રાજ્ય સરકાર દ્વારા સાબરમતી યુનિવર્સિટીનો વહીવટ પોતાને હસ્તક લીધો. અગાઉ કેલોરેક્સ યુનિવર્સિટી અને હાલ સાબરમતી યુનિવર્સિટી તરીકે ઓળખાતી યુનિવર્સિટીમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરીતિ, એડમિશન તેમજ પ્રાધ્યાપકોની નિમણૂકમાં નિયમોનું પાલન થતાં સરકારે વહીવટ પોતાના હસ્તક લીધો.

સાબરમતી યુનિવર્સિટીમાં નાણા લઈને વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અપાતી હોવાની પણ ફરિયાદ થઈ હતી. ફરિયાદના પગલે તપાસ સમિતિની થઈ હતી. જેણે સરકારને રીપોર્ટ સુપરત કર્યો હતો. તપાસમાં સાબરમતી યુનિવર્સિટીએ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું. પીએચડીની પ્રવેશ પરીક્ષા લીધા વિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયાનું હોવાનું પણ સામે આવ્યું હતું. પીએચડીની પદવી એનાયત કરવામાં યુજીસીના નિયમોનું પાલન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું. એટલું નહીં એમ.ફીલ.ની પદવી પણ માત્ર ડેઝર્ટેશનના આધારે અપાઈ હતી. યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે મંજૂલા પૂજા શ્રોફના કેલોરેક્સ ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન થતું. હેબતપુર ખાતેની DPSના કૌભાંડમાં મંજૂલા પૂજા શ્રોફ સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું હતું. હાલ તો યુનિવર્સિટી સામે ગેરરીતિઓની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના પણ કરાઈ છે. જુદી જુદી ગેરરીતિઓ સામે એસઆઈટી દ્વારા તપાસ થાય તેવી માગ એબીવીપી દ્વારા પણ કરાઈ છે.

(10:01 pm IST)