Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ડાંગ જિલ્લામાં શીંગળા રેન્જમાં રિઝર્વ જંગલમાં ધોળેદિવસે વૃક્ષોછેદન કરતા 24 લોકો ઝડપાયા

વન વિભાગે 12 કુહાડી અને સાગી લાકડાના મુદ્દામાલ જપ્ત કર્યો

ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ શિંગાણા રેન્જ વિસ્તારના રિઝર્વ જંગલમાં ધોળે દિવસે વૃક્ષછેદનની પ્રવૃત્તિ કરતા 24 લોકોને  રંગેહાથ ઝડપી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં સુબિર તાલુકાના છેવાડે આવેલ શીંગાણા રેન્જ વિસ્તારમાં વૃક્ષછેદન પ્રવૃત્તિ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે.ઉત્તર ડાંગ વન વિભાગના ડીએફઓ અગ્નિશ્વર વ્યાસને મળેલ પૂર્વ બાતમીના આધારે શિંગાણા રેન્જના આર એફ ઓ અને સ્ટાફે જંગલ ચેકીંગ હાથ ધરતા ઢોંગીસાગ અને પોકળ્યાકળમની બારીના વચ્ચેની બાજુ રિઝર્વ કંપાર્ટમેન્ટની 45 માં 24 જેટલા લોકોને ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરવાની પેરવી કરતા વૃક્ષ કાપતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. વન વિભાગે તેમની પાસેથી 12 કુહાડી અને સાગી લાકડાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26 (1)f મુજબ ગુનો નોંધી 10,હજાર રોકડા નો જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. શીંગાણા રેન્જ ના આર એફ ઓ એ વધુ તપાસ હાથ ધરી છે.

(9:46 pm IST)