Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દહેગામમાં રખિયાલ પોલીસે બાતમીના આધારે લાઈટના અજવાળે જુગાર રમતા 6 નબીરાઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

દહેગામ : રખિયાલ પોલીસે બિલમણા - કાલીપુરા ગામે ખુલ્લા છાપરામાં લાઈટના અજવાળે જુગાર રમી રહેલા છ નબીરાઓેને રુ.૧૦,ર૧૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

આ અંગે રખિયાલ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએસઆઈ એ.જે.શાહની સુચનાથી સ્ટાફના માણસો દારુ-જુગારની બદીને ડામવા કાર્યરત હતા ત્યારે બાતમી મળેલ કે તાલુકાના બિલમણા-કાલીપુર ગામે કેટલાક શખ્સો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમી હકિકત આધારે સ્થળ પર પોલીસ ટીમે દરોડો કરતાં ગામમાં આવેલ એક ખુલ્લા છાપરામાં આરોપીઓ લાઈટના અજવાળે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા જગાજી અભેસિંહ ઠાકોર, ભરતજી જીવાજી ઠાકોર, બોરાજી ઉર્ફે મુરાજી ઈરાજી ઠાકોર, બળદેવજી ધુરાજી ઠાકોર, જલાજી કાળાજી ઠાકોર તમામ રહે.કાલીપુરા, તાબે બિલમણા, તા.દહેગામ અને ગાભાજી ગલાબજી ઠાકોર રહે. નાના જલુન્દ્રા, તા.દહેગામ ને રૃા.૧૦ર૧૦ ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સાથે જુગારધારાની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:43 pm IST)