Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભિલોડા તાલુકાના ધોલવાણી ગામની સીમમાં ખેતરમાં આવેલ મકાનમાં અજાણ્યા શખ્સોએ મકાનોને નિશાન બનાવી 1 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસે તપાસ હાથ ધરી

ભિલોડા:તાલુકાના ધોલવાણી ગામની સીમના એક ખેતરમાં આવેલા બે મકાનોમાં અજાણ્યા ૭ થી ૮ માણસો ઉતરી આવ્યા હતા. આ બુકાનીધારી ધાડપાડુઓએ આ ખેતરના મજૂર પરીવારને ઓરડીમાં પૂરી કેદ કર્યો હતો. જયારે ખેતર માલીકને બંદીવાન બનાવી આ ધાડપાડૂઓએ ઘરમાં પ્રવેશી તીજોરી,કબાટ ખોલી અંદરથી રૃપિયા ૧,૮૫,૦૦૦ ની રોકડ અને ચાંદીના રમજા સહિત મોબાઈલ મળી કુલ રૂપિયા ૨,૦૯,૫૦૦ ની મત્તા ચોરી લીધી હતી. ધાડ પાડી નાસી ગયેલા આ બુકાનીધારી અજાણ્યા ધાડપાડૂઓ વિરૂધ્ધ ભિલોડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 તાલુકાના ધોલવાણી ગામની સીમમાં આવેલા વિનોદભાઈ સોમાભાઈ પંચાલના ખેતરમાં બનાવેલા ઘરમાં તેઓની પત્ની સાથે રહે છે. આજ ખેતરમાં આવેલી ઓરડીમાં મૂળ ધંબોલીયા, તા.ભિલોડા ગામના ખેત મજૂર બાબુભાઈ ચુનાભાઈ તરાર પરીવાર સાથે રહે છે.ગત શુક્રવારની મધ્યરાત્રે આ ખેતરના મકાન ખાતે ઉતરી આવેલા આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના ૭ થી ૮ અજાણ્યા ઈસમોએ તરખાટ મચાવ્યો હતો. અને ખેતર મજૂર પરિવારને ઓરડીમાં બંધ કરી દઈ મોબાઈલ છીનવી લીધા હતા.જયારે ધારીયા,લાકડી જેવા પ્રાણઘાતક હથીયારો થી સજ્જ થઈ આવેલ આ ધાડપાડૂ ટોળકીએ વિનોદભાઈ અને તેમના પત્ની ભાવનાબેન ને બંદીવાન બનાવી લઈ ઘરમાં ઘૂસી તીજોરીમાંથી રૂ.૧,૮૫,૦૦૦ ની રોકડ અને પતરાની પેટીનું તાળું ખોલી અંદરથી ૨૦ તોલા વજનના ચાંદીના રમજોડા કિં.રૂ.૧૫૦૦૦ ની ચોરી કરી લીધી હતી.

 

(5:42 pm IST)